Archive for માર્ચ, 2015


રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.જેમાં જેમાં અત્યંત મહત્વનો નિર્ણય એ છે કે, માધ્યમિક
શિક્ષણમાં સરકાર હવેથી કોઈ નવી ગ્રાન્ટેડ શાળા મંજૂર કરવાની ન હોવાથી તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી ગ્રાન્ટ નીતિને અમલમાં મૂકશે.ગ્રાન્ટેડ શાળાઓ માટે ગ્રાન્ટની જૂની નીતિ અમલમાં રહેશે.જે મુજબ હવેથી આવી શાળાઓને
વિદ્યાર્થી દીઠ વાર્ષિક કુલ રૂપિયા ૭૫૦૦ની ગ્રાન્ટ આપી દેશે.એમાં પણ જે શાળાના વિદ્યાર્થીઓ ૭૫ ટકાથી વધુ માર્કસ લાવશે તે શાળાને તેટલા વિદ્યાર્થી દીઠ અપાતી
ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો અપાશે. આ નિર્ણયને કારણે શાળામાં
શિક્ષણની ગુણવત્તા સુધરશે.

આ ઉપરાંત સરકાર ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ અમલમાં મૂકશે.જેના કારણે તમામ બાળકો ઉપર સરકાર સીધી નજર રાખી શકશે અર્થાત બાળક શાળામાં દાખલ થયા બાદથી તે ક્યારે શાળા છોડી ગયો,અન્ય કઈ શાળામાં દાખલ થયો, કે અભ્યાસ છોડી ગયો, તે અત્યારે શું કરે છે ? સહિતની તમામ બાબતો ઉપર સરકારનું મોનીટરિંગ રહેશે અને તેના આધારે શિક્ષણનું પ્રમાણ તથા સત્ર બંને સુધારી શકાશે.

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના બજેટ પરની ચર્ચાને અંતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,ગરીબ પ્રવેશ અપાવવા સરકાર ફી પેટે વાર્ષિક રૂપિયા ૧૦ હજાર અને બાળકોને યુનિફોર્મ તથા બૂટ માટે રૂપિયા ૩ હજાર મળીને કુલ ૧૩ હજારની સહાય કરશે.

શિક્ષકોની બદલીમાં ચાલતી ગેરરીતિને ડામવા માટે સરકારે પ્રાયોગિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં ઓનલાઈન બદલીની પ્રથા દાખલ કરી હતી.જે ૧૦૦ ટકાસફળ થતાં હવેથી તેનો અમલ આખા રાજ્યમાં કરવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે શિક્ષકની સિનિયોરીટી, તેના મેરિટ પ્રમાણે આપોઆપ શિક્ષકની ઓનલાઇન અરજીના આધારે બદલી થઈ જશે.એમાં કોઈની લાગવગની જરૂર નહીં પડે.

ગુજરાત શિક્ષણમાં ૮મા ક્રમે છે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે, શિક્ષણમાં ગુજરાતનો નંબર ૮મો છે.જે અગાઉ ૧૮મો હતો એટલે કે ભાજપ સરકારના પ્રયત્નોને કારણે દેશમાં ગુજરાતના શિક્ષણના સ્તરમાં જોરદાર સુધારો થયો છે.એમાં પણ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત દેશમાં ૬ઠ્ઠા ક્રમે છે અને અપર પ્રાઈમરીમાં ગુજરાત ૮મા ક્રમે છે.જે આગામી વર્ષો દરમિયાન વધુ સુધરશે. હવે ગુજરાતમાં ૯૯ ટકા નામાંકન ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું નામાંકન ૭૫ ટકા હતું.તેમાંથી ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓમાં ૩૭ ટકા ‌વિદ્યાર્થીઓ શાળા છોડી જતા હતા.જ્યારે ધોરણ ૧થી ૫ના
વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૨૦ ટકા હતો પરંતુ તે પછીના વર્ષોમાં ભાજપ સરકારના શાસનના શિક્ષણમાં આયોજનના કારણે ૯૯ ટકા નામાંકન થાય છે અને ડ્રોપ આઉટ રેશિયો ૨ ટકા થયો છે.જે શૂન્ય સુધી લઈ જવાશે.

કેન્દ્રની નવી શિક્ષણનીતિની જાહેરાત મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યુ છે.જોકે, સરકાર, આ માટે એવી પધ્ધતિ અમલમાં મૂકશે
કે એપ્રિલ-મેમાં દેશની ગ્રામ સભા પાસેથી નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવા પાત્ર બાબતે અભિપ્રાય માંગશે.તે પછી જૂનમાં દેશભરમાં તાલુકા કક્ષાએ. ઓગષ્ટમાં જિલ્લા
કક્ષાએ, સપ્ટેમ્બરમાં રાજ્ય કક્ષા, ઓકટોબરમાં ઝોનલ કક્ષાએ અભિપ્રાયો મેળવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નવી નીતિ બનાવાશે અને તેની આખરી સત્તાવાર જાહેરાત
ગાંધીનગર સ્થિર મહાત્મા મંદિરમાં કરાશે.

-ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકાશે
-માત્ર નોન-ગ્રાન્ટેડ શાળાઓને સરકાર હવેથી વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૭૫૦૦ ગ્રાન્ટ આપશે
-જે શાળામાં વિદ્યાર્થી ૭૫ ટકાથી વધુ ગુણ મેળવશે તે શાળાને વિદ્યાર્થી દીઠ ૧૦ ટકા વધુ ગ્રાન્ટ અપાશે
-૩૩૦૦ નવા વિધા સહાયકો, ૧૦૦૦ નવા મુખ્ય શિક્ષકોની નિમણૂક કરાશે
-હવેથી શિક્ષકોની બદલી ઓનલાઈન કરાશે
-વિદ્યાર્થી દીઠ વાર્ષિક ૧૩ હજારની સહાય અપાશે
– બ્લોક મૂકી શિક્ષણ અપાશે
-ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને ૧ કિ.મી.થી વધુ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને ૩ કિ.મી.થી વધુ ચાલવું પડતું હશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે
-કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિની જાહેરાત મહાત્મા મંદિર
– ગાંધીનગર ખાતે મોટા કાર્યક્રમમાં કરાશે -બે નવી યુનિવર્સિટીઓ અને
૧૦ નવી કોલેજોની સ્થાપના કરાશે
– તમામ પરીક્ષા કેન્દ્રોમાં હવેથી સીસીટીવી કેમેરા મૂકાશે અને તેનું મોનિટરિંગ ગાંધીનગરના કંટ્રોલ રૂમમાંથી કરાશે.

Advertisements

ગુજરાત રોજગાર સમાચાર(25/3/2015)

10 board omr instruction 110 board omr

:~> ૪જાન્યુઆરી – લુઇબ્રેઇલ જન્મદિવસ.
:~> ૧૨જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ જન્મદિવસ, યુવક દિન.
:~> ૧૪જાન્યુઆરી – મકરસંક્રાંતિ, ઉત્તરાયણ.
:~> ૧૫જાન્યુઆરી – સેના દિન.
:~> ૨૧જાન્યુઆરી – કવિ દલપતરામ જન્મદિવસ.
:~> ૨૩જાન્યુઆરી – સુભાષચંદ્રબોઝ જન્મદિવસ.
:~> ૨૬જાન્યુઆરી – પ્રજાસત્તાકદિન, કવિ કલાપી જન્મદિવસ.
:~> ૨૮જાન્યુઆરી – લાલા લજપતરાય જન્મદિવસ.
:~> ૩૦જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિન, શહિદ દિન.
:~> ૮ફેબ્રુઆરી – ડૉ.ઝાકીરહુસેન જન્મદિવસ.
:~> ૧૩ફેબ્રુઆરી – સરોજીની નાયડુ જન્મદિવસ.
:~> ૧૮ફેબ્રુઆરી – રામકૃષ્ણ પરમહંસ જન્મદિવસ.
:~> ૨૨ફેબ્રુઆરી – ઇન્દુલાલ યાજ્ઞિક જન્મદિવસ.
:~> ૨૫ફેબ્રુઆરી – રવિશંકર મહારાજ જન્મદિવસ.
:~> ૨૮ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિન.
:~> ૨૯ફેબ્રુઆરી – મોરારજી દેસાઇ જન્મદિવસ.
:~> ૩માર્ચ – ટેલિફોન શોધક ગ્રેહામબેલે જન્મદિવસ.
:~> ૮માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.
:~> ૧૨માર્ચ – દાંડીકુચ.
:~> ૧૫માર્ચ – વિશ્વ ગ્રાહક અધિકારદિન.
:~> ૧૬માર્ચ – કવિ ન્હાનાલાલ જન્મદિવસ.
:~> ૨૧માર્ચ – શરણાઇવાદક બિસમિલ્લાખાન જન્મદિવસ, વિશ્વવન દિન.
:~> ૨૨માર્ચ – કવિ સુંદરમ જન્મદિવસ.
:~> ૨૭માર્ચ – વિશ્વરંગભૂભિ દિન.
:~> ૩એપ્રિલ – સેનાપતિ માણેકશાહ જન્મદિવસ.
:~> ૭એપ્રિલ – વિશ્વ આરોગ્ય દિવસ.
:~> ૧૧એપ્રિલ – રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ.
:~> ૧૩એપ્રિલ – જલિયાંવાલા બાગકાંડ શહિદ દિવસ.
:~> ૧૪એપ્રિલ – છત્રપતિ શિવાજી જન્મદિવસ.
:~> ૨૩એપ્રિલ – વિશ્વ પુસ્તકાલય દિવસ.
:~> ૩૦એપ્રિલ – દાદા સાહેબ ફાળકે જન્મદિવસ.
:~> ૧મે – ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ મજૂર દિન.
:~> ૭મે – પન્નાલાલ પટેલ જન્મદિવસ.
:~> ૮મે – રેડક્રોસ દિન, રવિન્દ્રનાથ ટાગોર જન્મદિવસ.
:~> ૯મે – ઇતિહાસ દિન.
:~> ૧૦મે – ૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ.
:~> ૧૩મે – રાષ્ટ્રીયદિન, એકતાદિન.
:~> ૧૭મે – વિશ્વ કૉમ્યુનિકેશન દિન.
:~> ૨૨મે – રાજારામ મોહનરાય જન્મદિવસ.
:~> ૨૫મે – જે.કૃષ્ણમૂર્તિ જન્મદિવસ.
:~> ૨૮મે – વીર સાવરકર જન્મદિવસ.
:~> ૩૧મે – તમાકુ નિષેધદિન.
:~> ૫જૂન – વિશ્વ પર્યાવરણ દિન.
:~> ૭જૂન – મહારાણા પ્રતાપ જન્મદિવસ.
:~> ૨૪જૂન – પંડિત ઓમકારનાથ જન્મદિવસ.
:~> ૨૬જૂન – બંકિમચંદ્ર જન્મદિવસ.
:~> ૧૧જુલાઇ – વિશ્વ વસ્તી દિન.
:~> ૨૧જુલાઇ – ઉમાશંકર જોષી જન્મદિવસ.
:~> ૨૩જુલાઇ – લોકમાન્ય ટીળક જન્મદિવસ.
:~> ૧ઑગષ્ટ – કલાગુરુ રવિશંકર રાવલ જન્મદિવસ.
:~> ૨ઑગષ્ટ – વૈજ્ઞાનિક સર પ્રફુલચંદ્ર જન્મદિવસ.
:~> ૬ઑગષ્ટ – હિરોશીમા દિન.
:~> ૮ઑગષ્ટ – ૧૯૫૬ મહાગુજરાત આંદોલન, શહીદ દિન.
:~> ૯ઑગષ્ટ – ‘ભારત છોડો’ ચળવળ દિન.
:~> ૧૨ઑગષ્ટ – ડૉ.વિક્રમ સારાભાઇ જન્મદિવસ.
:~> ૧૫ઑગષ્ટ – સ્વાતંત્ર્યદિન.
:~> ૧૭ઑગષ્ટ – ઝવેરચંદ મેઘાણી જન્મદિવસ.
:~> ૨૭ઑગષ્ટ – મધર ટેરેસા જન્મદિવસ.
:~> ૨૯ઑગષ્ટ – ડૉ.જીવરાજ મહેતા જન્મદિવસ.
:~> ૫સપ્ટેમ્બર – ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ, શિક્ષકદિન.
:~> ૮સપ્ટેમ્બર – વિશ્વ સાક્ષરતાદિન.
:~> ૧૧સપ્ટેમ્બર – વિનોબાભાવે જન્મદિવસ.
:~> ૧૪સપ્ટેમ્બર – હિન્દી દિન, અંધજન ધ્વજદિન, બાળ દિન.
:~> ૧૫સપ્ટેમ્બર – ઇજનેરદિન.
:~> ૧૬સપ્ટેમ્બર – વિશ્વ શાંન્તિદિન.
:~> ૨૭સપ્ટેમ્બર – વિશ્વ પ્રવાસન દિન.
:~> ૨૮સપ્ટેમ્બર – શહિદ ભગતસિંહ જન્મદિવસ.
:~> ૧ઓકટોબર – વિશ્વ વૃધ્ધદિન.
:~> ૨ઓકટોબર – ગાંધી જયંતિ, વિશ્વ અહિંસાદિન, લાલબહાદુર શાસ્ત્રી જન્મદિવસ.
:~> ૪ઓકટોબર – શ્યામજીકૃષ્ણ વર્મા જન્મદિવસ, વિશ્વ પ્રાણી દિન
:~> ૮ઓકટોબર – ભારતીય વાયુસેના દિન.
:~> ૯ઓકટોબર – વિશ્વ ટપાલ દિન.
:~> ૧૬ઓકટોબર – વિશ્વ અન્ન દિન.
:~> ૨૪ઓકટોબર – UNO સંયુક્ત રાષ્ટ્રદિન, માનવ હક્કપત્ર દિન.
:~> ૩૦ઓકટોબર – વૈજ્ઞાનિક હોમીભાભા જન્મદિવસ, વિશ્વ બચત દિન.
:~> ૩૧ઓકટોબર – સરદાર વલ્લભભાઇ પટેલ જન્મદિવસ.
:~> ૪નવેમ્બર – બળવંત ફડકે જન્મદિવસ.
:~> ૬નવેમ્બર – કવિ ખબરદાર જન્મદિવસ.
:~> ૧૩નવેમ્બર – ભાસ્કરાચાર્ય જન્મદિવસ.
:~> ૧૪નવેમ્બર – બાળદિન, જવાહરલાલ નહેરુ જન્મદિવસ.
:~> ૧૫નવેમ્બર – ગિજુભાઇ બધેકા જન્મદિવસ.
:~> ૧૬નવેમ્બર – રાણી લક્ષ્મીબાઇ જન્મદિવસ.
:~> ૧૯નવેમ્બર – ઇન્દીરાગાંધી જન્મદિવસ.
:~> ૨૬નવેમ્બર – બંધારણ દિન.
:~> ૧ડીસેમ્બર – વિશ્વ એઇડ્સ દિન, કાકાસાહેબ કાલેલકર જન્મદિવસ.
:~> ૩ડીસેમ્બર – વિશ્વ વિકલાંગ દિન.
:~> ૪ડીસેમ્બર – નૌકાદળ દિન.
:~> ૭ડીસેમ્બર – ધ્વજદિન.
:~> ૧૦ડીસેમ્બર – માનવ અધિકાર દિન.
:~> ૧૨ડીસેમ્બર – ધૂમકેતુ જન્મદિવસ.
:~> ૧૪ડીસેમ્બર – રાષ્ટ્રીય ઊર્જા બચત દિન.
:~> ૨૩ડીસેમ્બર – કિસાન દિન.
:~> ૨૪ડીસેમ્બર – રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન.