Archive for ફેબ્રુવારી, 2015


ગુજરાત રોજગાર સમાચાર(25/2/2015)

Advertisements

STD 10 : SCIENCE PRECTICE PAPER 3(PART-B)

STD 10 : SCIENCE PRECTICE PAPER 2(PART-B)

STD 10 : SCIENCE PRECTICE PAPER 1(PART-B)

SSC MARCH 2015 EXAM TIME TABLE

SSC MARCH 2015 EXAM TIME TABLE

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 21

ગુજરાત રોજગાર સમાચાર(18/2/2015)

અક્ષર: આ-ઈ

આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દી
આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
આદુ ખાઈને પાછળ પડી જવું
આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
આપ સમાન બળ નહિ
આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
આફતનું પડીકું
આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
આમલી પીપળી બતાવવી
આરંભે શૂરા
આલાનો ભાઈ માલો
આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા
આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
આવ્યા’તા મળવા ને બેસાડ્યા દળવા
આવી ભરાણાં
આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા
આંખે જોયાનું ઝેર છે
આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચીંધવાનું પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે
આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલાં
આંતરડી કકળાવવી/દૂભવવી
આંતરડી ઠારવી
આંધળામાં કાણો રાજા
આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કૂટાય
આંધળો ઓકે સોને રોકે
ઈંટનો જવાબ પથ્થર

ધોરણ ૧૦ ગણિત PART B પ્રેકટીશ પ્રશ્નપત્ર 4

અક્ષર “અ”……

કહેવતો અને રૂઢિ પ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમુનો. જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દોનો ભંડાર જાણવા ને માણવા જેવો છેઃ

1 અક્કરમીનો પડીઓ કાંણો
2 અક્કલ ઉધાર ન મળે
3 અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4 અચ્છોવાના કરવાં
5 અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
6 અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7 અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
8 અતિ ચીકણો બહુ ખરડાય
9 અતિ લોભ તે પાપનું મૂળ
10 અણીનો ચૂક્યો સો વરસ જીવે
11 અધૂરો ઘડો છલકાય ઘણો
12 અન્ન અને દાંતને વેર
13 અન્ન તેવો ઓડકાર
14 અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15 અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16 અવળા હાથની અડબોથ
17 અવળે અસ્ત્રે મુંડી નાખવો
18 અંગૂઠો બતાવવો
19 અંજળ પાણી ખૂટવા
20 અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
21 અંધારામાં તીર ચલાવવું
22 અંધેરી નગરી ગંડુ રાજા