Archive for જાન્યુઆરી, 2015


વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન હું છાત્રાલયમાં રહેતો હતો. એક વખત થોડા સમય માટે મારે બહાર જવાનું થયું. જતી વખતે મારા ઓરડાને બંધ કરી એને તાળું માર્યું. પડોશમાં રહેતા મારા એક મિત્રે પૂછ્યું, ‘લાગે છે કે તમે પાંચ-દસ મિનિટમાં જ પાછા આવવાના છો, તો પછી ઓરડાને તાળું કેમ માર્યું? અમે બધા અહીં જ છીએ. અહીં કોઈ ચોર આવે એવી શક્યતા નથી. પછી તાળું મારવાની શી જરૂર?’

‘તમારું કહેવું સાચું છે. અહીં ચોર આવવાના નથી. અહીં ચારેકોર ચોર છે એવું મારું કહેવું પણ નથી,’ મેં એમને કહ્યું, ‘પરંતુ આપ્ના જેવા સજ્જનોના મનમાં પણ ઓરડો ઉઘાડો જોઈ એકાદ વસ્તુ ઉઠાવવાનું મન કોઈને થાય એવું મને લાગે છે. આ તાળું ચોરો માટે નથી માર્યું, પરંતુ સારા લોકો ચોર ન બને એ માટે માર્યું છે.’

વિશ્ર્વમાં બધા જ સ્વાર્થી, લોભી છે એ માટે નહિ પરંતુ આપણને દુર્બળ, અસંગઠિત જોઈ એમનામાં આક્રમણ કરવાની વૃત્તિ પેદા ન થાય એ માટે આપણું ઘર કે આપણું રાષ્ટ્ર સુરક્ષિત અને સંગઠિત રહે એ જરૂરી છે.

– શ્રી ગુરુજી

Advertisements

ગુજરાત રોજગાર સમાચાર(28/1/2015)

…….હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર આવેલા,. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : Kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરૂદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી……

ધોરણ ૧૦ ગણિત PART B પ્રેકટીશ પ્રશ્નપત્ર 3

ધોરણ ૧૦ ગણિત PART B પ્રેકટીશ પ્રશ્નપત્ર 2

ધોરણ ૧૦ ગણિત PART B પ્રેકટીશ પ્રશ્નપત્ર 1

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 20

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 19

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 18

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 17