Archive for એપ્રિલ, 2013


ગુજરાતના સાક્ષર એવા દિવંગત ઉમાશંકર જોશીએ ખૂબ સરસ કહુયું છે.”વિધ્યાની પરીક્ષા જેણે પ્રથમ શોધી તેણે વિધ્યાનું નિકંદન કાઠ્યું છે. પરીક્ષા આવી એટલે વિધ્યા પાછળ ગઈ . પરીક્ષા આગળ થઈ .વિધ્યા એ સંસાર પર કાબૂ મેળવવા માટે હતી ,પરીક્ષા આવી એટલે સંસારે વિધ્યા ઉપર કાબૂ મેળવ્યો . પરીક્ષા સાથે વિધ્યામાં સંસારના મૂલ્યો પ્રવેશ્યા .ભણાવનાર અને ભણનારનો સંપર્ક સિથિલ થઈ ગયો . વિધ્યાની સાધના એ પરિક્ષાની સાધના બની ગઈ છે. પરીક્ષાનું ફળ મળે એટલે વિધ્યાનો છાંટો પણ મગજમાં ન રહે . આ ફળ મેળવવા જ પુરુષાર્થ અને છેલ્લા રાત – દિવસની સાધના ચાલે .

Advertisements

ધોરણ ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી ચેકલીસ્ટ

ગુજરાત રાજ્ય ૨૦૧૩ માન્ય અને મરજિયાત રજાઓની યાદી

ગુજરાત રોજગાર સમાચાર ૨૪/૪/2013

બજારમાં કુંભારની દુકાન પર ચાર દીપક વાતો કરી રહ્યા હતા. એક બોલ્યો હતો, હમેશાંથી એક સુંદર અને આકર્ષક ઘડો બનવા માંગતો હતો, પરંતુ હાય મારું નસીબ, હું એક નાનો અમથો દીપક બની રહી ગયો. બીજાએ કહ્યું, હું પણ એક ભવ્ય સુંદર મૂર્તિ બની કોઈ અમીરના આલિશાન ઘરમાં રહેવા માંગતો હતો, પરંતુ કુંભારે મને નાનોઅમથો દીવડો બનાવી દીધો. ત્રીજાએ નિસાસો નાખતાં કહ્યું, મને તો પહેલેથી જ પૈસા પ્રત્યે ભારે આકર્ષણ. હું હમેશાં પૈસા સાથે રહેવા મળે માટે ગલ્લો બનવા માગતો હતો, પરંતુ મારા નસીબમાં નાનોઅમથો દીપક બની ધૂળ ખાવાનું લખ્યું હોય ત્યાં… આ ત્રણેય દીપકની મૂર્ખામીભરી વાતો સાંભળી ચોથા દીપકે હલકા હાસ્ય સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું, આપણે કાંઈક મેળવવાનું ધ્યેય રાખી તેને પ્રાપ્ત કરવાના પ્રયાસ જરૂર કરવા જ જોઈએ, પરંતુ એમાં જો અસફળ થઈએ તો આપણે ક્યારેય પણ આપણા નસીબને કે ઈશ્ર્વરને દોષ ન જ દેવો જોઈએ, કારણ કે જીવનમાં તકોની કમી નથી. આપણને એક જગ્યાએ અસફળતા મળશે તો બીજા અનેક દરવાજા પણ ખૂલી જ જશે અને તમે એમ કેમ નથી વિચારતા કે થોડાક જ સમયમાં દિવાળી આવશે અને લોકો આપણને ખરીદી તેઓના ઘરે લઈ જશે. આપણને તેમના પૂજાઘરમાં સ્થાન આપશે, કેટકેટલાંય ઘરોની આપણે શોભા વધારીશું. માટે આપણે જ્યાં પણ રહીએ, જે હાલમાં પણ હોઈએ, ખુશ રહેવું જોઈએ. મનમાં ઈશ્ર્વર અને નસીબ પ્રત્યેનો દ્વેષ કાઢી, પોતે પ્રગટી બીજાની જિંદગીમાં પ્રકાશ ફેલાવવો જોઈએ. આપણાં ધર્મશાસ્ત્રો પણ આપણને આ જ શિખામણ આપે છે.

ગુજરાત રોજગાર સમાચાર(17/4/2013)

એક વખત એક અધ્યાપકે તેમના વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.

તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું!

બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધાના બટેટા બેગમાં સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.

વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પ્ન્ન કરે છે.

નકરાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પ્ન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્ત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે, જ્યારે વેર એ વાતનું વતેસર છે. બેના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈના દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્ર્વર પણ આપણા દોષોને માફ કરી દે.

ઈશ્ર્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયામાં ભલે વિકસિત ન થઈ શકે, પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબે ગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

માફી આપવી એ એક સદ્ગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્કસ થવાનો જ છે.

વર્ષો પહેલા ભારતીય જનસંઘ પક્ષ (ભાજપ પૂર્વપાર્ટી)ના મેધાવી પ્રતિભાયુક્ત મહામંત્રી પંડિત દીનદયાલજી ઉપાધ્યાય અમદાવાદ -ના એક સભાગૃહમાં કાર્યકર્તા સંમેલનને ઉદ્બોધન કરી રહ્યા હતા. પં. દીનદયાલજી પ્રખર અર્થશાસ્ત્રી, ચિંતક અને ભારતીય દર્શનના પ્રકાંડ પંડિત હતા. સંઘ પરિવારની ‘થીંક ટેંક’ હતા… શ્રી અટલજીના શબ્દોમાં : ‘અમારામાં તેઓ જ (પંડિત દીનદયાલજી) એક માત્ર વિચારક હતા… અમે તો માત્ર તેમના વિચારોના પ્રચારકો જ છીએ! કાર્યકર્તા સંમેલનમાં આ લખનારે પંડિતજીને પ્રશ્ર્ન પૂછ્યો : ‘‘જીવનમાં ‘અર્થ’નું શું સ્થાન છે?’’ પંડિતજીનો પ્રત્યુત્તર એકદમ સૂત્રાત્મક અને વિચારોત્તેજક હતો… તેમણે કહ્યું : ‘જીવનમાં અર્થનો અભાવ કાર્યક્ષમતાને હાનિ પહોંચાડે; જ્યારે અર્થનો પ્રભાવ ગુણવત્તાને હાનિકર્તા છે!’ પંડિતજીએ તેમની મૌલિક સૂત્રાત્મક શૈલીથી આપણા માટે કેવી પ્રેરક શિખામણ આપી?! આજના વૈશ્ર્વીકરણ અને ઉપભોક્તાવાદ – માર્કેટ ઇકોનોમીના યુગમાં ભારતીય દર્શનમાં અર્થ – સંપત્તિ – ભોગવિલાસનું શું સ્થાન છે અને કેવી રીતે ધર્મને હાનિકર્તા થયા વિના અને ગુણવત્તાને કેન્દ્રમાં રાખી અર્થોપાર્જન કરવું અને સંપત્તિનો ઉપયોગ કરવો? – તેનું શાસ્ત્રીય દર્શન આપણને પંડિત દીનદયાલજીમાંથી મળી રહે છે.

http://gserb.org/teacherrecruitment/frmJaherat.aspx