Archive for માર્ચ, 2013


ઘાતનો ગુણાકારનો નિયમ

Advertisements

વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ ૨૦૧૩ સમય પત્રક (કચ્છ-ભુજ)

ગુજરાત રોજગાર સમાચાર (૨૭/૩/૨૦૧૩)

RMSA શિક્ષક સજ્જતા કસોટી તાલીમ

સામાન્ય મનુષ્ય અને સાધક વચ્ચે શું તફાવત? સામાન્ય મનુષ્ય સાદી માખી જેવો. અહીંતહીં ઊડ્યા કરે… મીઠાઈ ઉપર પણ બેસે અને ગંદકી ઉપર પણ બેસી પડે! તેનામાં વિવેક અને પસંદગીની સમજ જોવા ન જ મળે… માખીને મન મનુષ્ય, પશુ, પંખી, વૃક્ષ, છોડ, ફૂલ, ફળ, માટી, કચરો, ઉકરડો, બગીચો સર્વ સમાન!

સાધક મનુષ્ય એ પેલી મધમાખી જેવો! મધમાખી કેવળ સુવાસિત અને પુષ્પપરાગથી મ્હેંકતાં ફૂલો ઉપર જ બેસે. ફૂલોનો અમૃતતુલ્ય રસ ચૂસીને મધમાખી તેની પ્રાકૃતિક શક્તિ-મતિથી અકળ આયોજનાથી મધ ઉત્પ્ન્ન કરી, અવનીનું અમૃત સર્જે છે! જો મધમાખીમાં આવો વિવેક અને વિસ્મયકારી સર્જકપ્રતિભા હોય તો પછી પરમાત્માએ આપેલ જન્મદત્ત શારીરિક સૌષ્ઠવ અને જ્ઞાન-સમજ-વિવેકનો સુપેરે વિનિયોગ કરી, સાધક મનુષ્યે આ સંસારમાં અમૃતમય મધપૂડો સર્જવાનો છે અને મધની મધુમય મીઠાશ સર્વત્ર પ્રસારવાની છે!

– શ્રી રામકૃષ્ણ પરમહંસ

ગુજરાત રોજગાર સમાચાર(૨૦/૩/૨૦૧૩)

ચિરંતન ધન

પેશવાનો જન્મદિવસ હતો. રાજધાની પૂણેમાં ખૂબ ઉલ્લાસપૂર્વક આ પ્રસંગની ઊજવણી થઈ રહી હતી. પેશવાને વધાઈ આપવા માટે સંખ્યાબંધ લોકો ઊમટ્યા હતા. પેશ્ર્વા બધાને અન્ન, વસ્ત્ર, સુવર્ણ આદિનું દાન આપતા હતા.આ પ્રસંગે એક બ્રાણ કુમાર ત્યાં ઉપસ્થિત હતો. ખૂબ વિનયપૂર્વક કુમાર બોલ્યો, ‘આપ દ્વારા અપાયેલ આ નાશવંત વસ્તુઓના દાનથી હું શું કરીશ? મહારાજ, ક્ષમા કરો. આમાંથી મારે કંઈ લેવુંનથી. દાન આપવું હોય તો કોઈ એવી વસ્તુનું દાન કરો જેનો નાશ ન હોય.’પેશ્ર્વા મહારાજે વિસ્મયપૂર્વક આ બાળક તરફ જોઈ પૂછ્યું, ‘નાશવંત નથી એવું શું છે, બાળક?’ બાળકે ઉત્તર આપ્યો, ‘વિદ્યા. આ વિદ્યા જેને કોઈ ચોરી શકતું નથી. આપવાથી તે નષ્ટ થતી નથી. ઊલટી વધે છે.’ પેશ્ર્વા આ ઉત્તર સાંભળી ખૂબ પ્રસન્ન થયા. તેમણે આ તેજસ્વી બાળકને વિદ્યાપ્રાપ્તિ માટે કાશી મોકલ્યો. વિદ્યાપ્રાપ્ત કરી આ બાળક અતિ વિદ્વાન બન્યો.આ જ બાળક આગળ જતાં મહાન ન્યાયાધીશ બન્યો જેને આ દેશ પ્રખર ન્યાયાધીશ રામશાસ્ત્રી પ્રભૂણે તરીકે ઓળખે છે.

chimanlal shetalvad

સ્વ. ચીમનલાલ શેતલવાડ મુંબઈ વિશ્ર્વ વિદ્યાલયના ઉપકુલપતિ તરીકે નિયુક્ત થયા.તે પહેલાં એક ઉચ્ચ પદ પર ન્યાયાધીશ હતા.એક આરોપમાંથી બચવા માટે એક ધનિક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને પોતાના તરફી ચુકાદો આપવા માટે રૂપિયા એક લાખની લાંચ આપવાનો આગ્રહ કર્યો.પરંતુ ન્યાયાધીશ ચીમનલાલ શેતલવાડે તે લાંચની રકમ લેવાનો ધરાર ઇનકાર કર્યો.પેલો ધનિક બોલ્યો, ‘સાહેબ, બરાબર વિચાર કરી લો. આપ્ને એક લાખ રૂપિયા આપવાવાળી બીજી કોઈ વ્યક્તિ આપ્ને નહીં મળે.’સર શેતલવાડે હસીને કહ્યું, ‘નહીં ભાઈ, લાંચ આપવાવાળા તો મને ઘણા મળશે પણ મફતમાં મળતી આટલી મોટી રકમને ઠોકર મારનાર તમને કોઈ નહીં મળે.’

એક વિદ્વાન બ્રાણ પોતાના ગામનાં ખેતરોમાં ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વેદનાભરી ચીસ સંભળાઈ. તે સમજી ગયા કે આ ચીસ કોઈ સ્ત્રીની હતી. તેમણે માન્યું કે મહિલા કોઈ સંકટમાં હોવી જોઈએ.
તેમણે ઘટનાસ્થળે દોડી જઈ જોયું કે આ સ્ત્રીના પગે સર્પદંશ થયો હતો. આ સ્ત્રી ખેતરમાં કામ કરતી દલિત મજૂર હતી.
ડંખવાળા ભાગને કસીને બાંધવા માટે દોરી આમતેમ ખોળવા લાગ્યા પણ દોરી ક્યાંયથી મળી નહીં. તરત જ તેમણે પોતાની જનોઈ ઉતારીને તે સ્ત્રીના પગે બાંધી દીધી અને ડસેલા ભાગ પર તેમણે ચીરો મૂકી, દબાવી વિષયુક્ત લોહી બહાર કાઢી નાખ્યું. ત્યાં સુધીમાં તો અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. પેલી સ્ત્રી બચી ગઈ.
આ ઘટનાના સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે કેટલાક સંકુચિત વિચારોવાળા લોકો આ વિદ્વાનની ટીકા કરતાં કહેવા લાગ્યા, ‘બ્રાણ થઈ પોતાની પવિત્ર જનોઈ એક અછૂત જાતિની સ્ત્રીના પગે બાંધી તમે અપકૃત્ય કર્યું છે.’
પરંતુ આ મહાશયે આ ટીકાની કોઈ પરવા ન કરતાં કહ્યું, ‘આપણો સાચો ધર્મ તો વિપત્તિમાં પડેલ વ્યક્તિના પ્રાણ બચાવવાનો છે. એક જ ઈશ્ર્વરે બનાવેલા જીવોમાં ભેદભાવ કેવો?’
આ મહાપુરુષ હતા હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી.

બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન કર્મચારી દ્વારા ગેરરીતી માટે શિક્ષા….