Archive for 2013


HTAT BHARTI 2014

એક યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો.

એક દિવસ રાત્રે નવ વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગરમાં પહોંચ્યો. સ્વિમિંગ પુલની બધી જ લાઇટો બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગ પુલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ બોર્ડ સુધી પહોંચ્યો. કૂદકો મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથ અને ઊંચા માથાના વાળને કારણે એને પડછાયો શ્રીકૃષ્ણ જેવો લાગ્યો. આવું દ્શ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. કૂદકો મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી બોલી ઊઠ્યો, ભગવાન ! મારા પર કૃપા રાખજો !

જોરથી બોલાયેલા એના શબ્દો સાંભળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ પુલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ પુલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હોત તો ? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.

ખરેખર ! એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ, જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની.

ગુજરાત રોજગાર સમાચાર (25/12/2013)

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 13

ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની કચ્છના જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ. એન. પટેલ સાહેબના માર્ગદર્સન હેઠળ તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશ્ન બેંક…
ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પ્રશ્ન બેંક…

એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાંક માણસો પસાર કરી રહ્યાં હતાં. નદી પર પુલ નહોતો. આવતાં-જતાં લોકોએ સ્વઅનુભવથી અમુક રસ્તો નક્કી કરી લીધો હતો. બધાને ખબર હતી કે આ આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ જ થોડાંક પગલાં દૂર જવાથી ઊંડા ખાડા અને વમળ હતાં.

પસાર થઈ રહેલાં માણસોમાં એ દિવસે એક વૃદ્ધ માણસ પણ હતો. અવસ્થા અને આંખની થોડીક નબળાઈના કારણે મહામુશ્કેલીથી એણે રસ્તો પસાર કર્યો. એની પાછળ જ પોતાના નાનકડા બાળકનો હાથ પકડીને માંડમાંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઈને એમને દયા આવી ગઈ. એ દાદા સુથાર હતા. સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખભે રાખેલા થેલામાંથી ઓજારો કાઢ્યાં. આજુબાજુ ઊગી નીકળેલા વાંસ અને જંગલી વેલાઓ કાપીને એમણે લાકડાનો પુલ બનાવવાનું શરૂ કર્યું. આવતાં-જતાં લોકોમાંથી થોડાંક માણસો આ દ્શ્ય જોઈને ઊભાં રહી ગયાં. કોઈકે વળી સુથારદાદાને પૂછી પણ લીધું, ‘કેમ દાદા શું કરી રહ્યા છો ? પુલ બનાવો છો ?’

પોતાના કામમાં મશગૂલ થઈ ગયેલા દાદાએ ઊચું જોયા વિના જ માથું હલાવી હા પાડી.

‘દાદા ! અહીં જ આસપાસમાં ક્યાંક રહો છો ?’ પસાર થતાં લોકોમાંથી કોઈક બીજાએ પૂછ્યું.

‘ના !’ દાદાએ જવાબ વાળ્યો.

‘તો પછી રોજ અહીંથી આવવા-જવાનું થતું હશે ખરું ને ?’ પ્રશ્ર્ન કરનારને આશ્ર્ચર્ય થયું હતું, કે જો આ માણસ અહીંયાં ન રહેતો હોય તો વળી એ પુલ બનાવવાની જફા શું કામ વહોરે ? નક્કી એને વારંવાર આ નદી ઓળંગવી પડતી હશે.

એનાથી કહ્યા વિના ન રહેવાયું કે, ‘દાદા ! તો પછી આ બધી માથાકૂટ મૂકોને પડતી ! કોના માટે આ પુલ બાંધી રહ્યા છો ?’

હવે એ દાદાએ ઊચું જોયું. કંઈ પણ બોલ્યા વિના પોતાની માતાનો હાથ પકડીને માંડ માંડ નદી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીંધી. પછી ફરી પોતાના કામે લાગી ગયા !…

* * *

હંમેશાં પોતાની જાત માટે જ કંઈ કરવા કરતાં ક્યારેક બીજા માટે પણ કંઈક કરી છૂટીએ ત્યારે ખરેખર અતિ પ્રસન્નતાના અધિકારી બની જવાય છે અને એ કામ પછી જરાય ભારરૂપ નથી રહેતું.

એક નાનકડી ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો એક નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા કરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા. બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી !’ કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું, ‘ભાઈ ! મને ખબર જ હતી કે આ ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ! આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારું છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. અને એનાથી એમનો આખો દિવસ ખૂબ સરસ જાય છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?’ એટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ર્ચર્ય સાથે આ જોઈ રહ્યો.

ગુજરાત રોજગાર સમાચાર (18/12/2013)

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 12

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 11

ધોરણ 10 ગુણાંકન પદ્ધતિ 2013-14

Marking system of STD-9,2013-14

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 10

કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ. એન. પટેલ સરના માર્ગદર્શનમાં શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલ ધોરણ 10 ગણિત પ્રશ્ન બેંક માર્ચ 2014
MATHS QUESTION BANK 2013-14

MATHS MCQ PRECTICE PAPER 9

ધોરણ ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી MCQ પ્રેકટીશ પ્રશ્નપત્ર 8

PRECTICE OMR SHEET FOR 10 STD

ગુજરાત રોજગાર સમાચાર (4/12/2013)

પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો. સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયાં. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ આફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યા. એક પર્વત પર ચડતાં એમણે એક વિચિત્ર દ્શ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું. ફોરેસ્ટ આફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં… ચીં… કરતાં ત્રણ નાનકડાં અને થોડાંક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાના આશ્ર્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. એની માતાની પ્રેમાળ પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. આમેય પક્ષીઓને તો આની આગોતરી જાણ થઈ જતી હોય છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત, પરંતુ પોતાનાં બચ્ચાંને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે. જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ર્ચય કેવો દ્ઢ અને અડગ હશે ? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું…

MATHS MCQ PRECTICE PAPER 8